Filters

Resultaten voor 'narendra trivedi'

3 resultaten
  1. યાદ એક સ્પર્શની
    1. Narendra , Trivedi

    યાદ એક સ્પર્શની

    "યાદ એક સ્પર્શની" નવલિકા સમૂહ, 31 સામાજિક નવલિકાનો શબ્દ શણગાર છે. તમામ નવલિકા ક્રમશ લખાઈ છે અને તેમાંની અમુક નવલિકાઓ જુદા જુદા પ્લેટફોર્મ પર પ્રકાશિત પણ થઇ છે. આ સંગ્રહમાં બે-ત્રણ વાત ઊડીને આંખે વળગે એવી છે. એક તો તેની મૌલિકતા. કોઈની પણ અસર વગર લખાયેલી તમામ નવલિકા વાંચો એટલે નરેન્દ્રભાઈની પોતાની જ લાગે. બીજી વાત એનું સામાજિક વૈવિધ્ય. સાંપ્રત સમાજના વિવિધ પ્રસંગોને ઉજાગર કરતી નવલિકાઓ છે. ત્રીજી સૌથી અગત્યની વાત, નવલિકામાં રહેલી હકારાત્મકતા. આજનો સમાજ બધાં પ્રકારના Negative aspects થી ભરેલો છે. એ સમાજના પ્રશ્નોને Positive રીતે નવલિકા દ્વારા અભિવ્યક્ત કરવા એ લેખકની કસોટી રૂપ છે. એમની નવલિકાઓનો અંત મોટાભાગે હકારાત્મક જ હોય છે. અહીં લેખકની કસોટી છે. આજકાલના લેખકો વાતને સમાજમાં ગમે એમ રજુ કરે એટલે વધુ પ્રસિદ્ધિ પામે. પણ અહીં લેખકનો એવો કોઈ પ્રયાસ રહ્યો નથી, માત્ર એ કલમ અને શબ્દને પૂરેપૂરા પ્રમાણિક રહ્યા છે.

    € 31,00
  2. રહસ્યની સમીપે
    1. Narendra , Trivedi

    રહસ્યની સમીપે

    રહસ્યની સમીપે નવલિકા નરેન્દ્ર ત્રિવેદી દ્વારા લખવામાં આવી છે. જેની અંદર કુલ 12 કથાઓનો સમાવેશ લેખક દ્વારા કરવામાં આવ્યો છે. દરેક કથાની અંદર એકથી એક જાસુસ અને શૌર્યતાની કથાઓનો સમાવેશ લેખક દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ પ્રકારના રહસ્યોને ઉજાગર કરવાનું કામ અને રહસ્યો ઉપરથી ઉઠતો પડદો નવલિકાને વધુ રસપ્રદ બનાવે છે.

    € 23,50
  3. પ્લેન હાઇજેકિંગ
    1. Narendra , Trivedi

    પ્લેન હાઇજેકિંગ

    રુવાડા ઉભા કરી દે એવી નવલકથા એટલે "પ્લેન હાઈજેકિંગ". રહસ્ય કથા વિષે તો આમ કશું કહેવાય જ નહી; નહી તો વાચકોનો રસભંગ થાય. પણ એની થોડી ખૂબીઓ જરૂર બતાવીશ એટલે આપને આ કથાનક વાંચવું વધુ ગમશે. પહેલા પ્રકરણથી સાવ સામાન્ય ઘટનાથી શરુ થતી નવલકથા અચાનક એક પછી એક રહસ્ય મૂકી વાચકોની ઇન્તેજારી વધારી દે છે. ધીમે ધીમે રહસ્યની જાળ ગૂંથાતી જાય અને પછી ઉકેલાતી જાય, પાછી કરોળીયાની જેમ જાળ બનાવે, પાછું એમ લાગે કે હવે તો રહસ્ય ઉકલી ગયું ત્યાં પાછી ગુંચ પડી જાય અને છેલ્લે બધું દીવા જેવું ચોખ્ખું ચટ થઈને રહસ્ય ઉકલી જાય.

    € 33,00